ચાલો હું જાઉં છું

એક શહેરમાં પત્ની અચાનક રાતના સમયે મૃત્યુ પામે છે!!ઘરમાં રોકકળ થાય છે!! પત્નીના અંતિમ દર્શન ચાલી રહ્યા હતા!!તે સમયે એનો આત્મા જતા જતા તે પોતાના પતિને જે કાંઈ કહે છે તેનું આ વર્ણન છે!!

Continue reading

Advertisements

આભા પ્રકરણ 23

મનન કિરણબેનનું ડઘાયેલ મોઢું જોઈને ઘણું બધું સમજી ગયો. પણ અત્યારે ના બોલવામાં જ ભલું માન્યું. મુકુલભાઈ વાત બદલવા માંગતા હતા પણ કઈ સુજ્યું નહી એટલે એ પણ મૂંગા રહ્યા. પ્રણય એની મમ્મી સામે ગુસ્સામાં જોઇ રહ્યો. હવે એને જ બધુ સંભાળવાનું હતું એટલે,

” અરે મારી ભૂલક્કડ મમ્મી… શુ બોલે છે તું? આભા અહીં છે?” જાણે એને કંઈજ ખબર નથી એમ અજાણ્યા બની થોડા આઘાત ના મિશ્રિત અવાજ બની કહ્યું. “મેં તને ક્યારે કહ્યું કે આભા અહીં છે? મેં તો તમને મારા રિપોર્ટ્સ માટે બોલાવી હતી ને..”

“અરે બેટા તારી મમ્મીએ બે વાતો ભેગી કરી નાખી છે.” મુકુલભાઈ થોડો બચાવ કરતા બોલ્યા.

કિરણબેનને તો માંડ કળ વળી બોલવાનું કંઇક સુજતા એ બોલ્યા..

“હું તો એમ કહેતી હતી કે તારો ફોન આવ્યો રિપોર્ટ કરવાનો છે એટલે અમે ફટાફટ અહીં પહોંચી ગયા. અહીં આવ્યા તો ખબર પડી કે આભા પણ અહીં જ દાખલ થયેલ છે. એટલે પ્રીતમરાય પાસે ઉભા રહી ખબર અંતર પૂછી લીધા એમને પણ સાંત્વના મળે ને…”

મનન મનોમન વિચારવા લાગ્યો “શુ ફેમિલી છે..”

ત્યાં અનિમેષે મનન ના નામ ની બૂમ મારી.

બધાએ એ સાંભળ્યું. એટલે બધા એકસાથે ત્યાં દોડી ગયા.

અનિમેષ પ્રણય ને જોઈને ચૂપ થઈ ગયો. એના હાથમાં ટ્રાન્સમીટર આવી ગયું હતું. પણ જો એ અત્યારે બોલશે તો પ્રણય ચોકી જશે ને બધું સગેવગે કરી નાખશે. એને મનનને ઈશારો કરી કહી દીધું મનન સમજી ગયો.

મનને સામેથી જ સવાલ કર્યો.

“શુ થયું અનિમેષ?”

“આભા ને એના કિડનેપરમાંથી એક નો ફેસ થોડો ઘણો યાદ આવ્યો છે.”

“વાહ, ચલો હવે ખેલ ખલાસ થવામાં વાર નહિ લાગે. એક કડી જોડાય પછી બીજી કડીઓ જોડાતા વાર લાગતી નથી.” મનન ઉત્સાહિત થઈને બોલ્યો.

“અરે પ્રણય તું ક્યારે આવ્યો? એમ કહી અનિમેષ પ્રણય પાસે ગયો અને એને ગળે મળ્યો. એના કાનમાં હળવેથી ગણગણ્યો, “તું તારાથી થાય એટલું જોર લગાવી લે હું તને હવે આભાની જિંદગીમાં ફરી આવવા નહિ દઉં. અને જો એ તારા લીધે હવે હેરાન થશે તો મને આભાના સોગંદ તને જાનથી મારી નાખીશ.”

પ્રણય ખંધુ હસ્યો.

“તું મને હરાવી નહિ શકે અનિમેષ કેમકે તું મારા જેવો ક્રિપ મતલબ હલકો માણસ નથી.” પ્રણય લુચ્ચાઈ થી બોલ્યો.

પ્રણય આભાની બાજુમાં બેસી એનો હાથ પકડી લીધો. એના હાથપર પોતાનો હાથ રાખી ત્રાંસી આંખે બોલ્યો,

“આભા મને આટલો પારકો બનાવી દીધો, તે મને કહ્યું પણ નહીં? તને કોને કિડનેપ કરી? એક વખત મને એ માણસનો પત્તો લાગે હું એના હાડકા ભાંગી નાખીશ. આપણી સગાઈ પેહલા તું જલ્દી સાજી થઈ જા ને દોડતી થઈ જા બાકી બધું હું સાંભળી લઈશ.”

આભાએ હાથ છોડાવી લીધો.

“ખબર નથી મને પણ એટલી ખબર છે કે જેને પણ આ કામ કર્યું છે અનિમેષ એને પકડી પાડશે. પ્રણય એક બીજી વાત પણ છે, પપ્પા તમને પણ કહેવું છે મારે કે હું અનિમેષ ને પ્રેમ કરું છું પ્રણય ને નહીં. મારે પ્રણય સાથે હવે દોસ્તી પણ નથી એ મારા માટે ફક્ત એક ગુનેગાર છે.”

આભા મક્કમ અવાજમાં બોલીને પ્રણય સામે ગુસ્સામાં જોવા લાગી.

“ગુનેગાર મતલબ?” મુકુલભાઈ બોલ્યા.

“ગુનેગાર જ ને, પ્રણય મને કંઈજ કીધા વગર સગાઈ ના દિવસે મને છોડીને જતો રહ્યો, બે વર્ષ સુધી મેં એની રાહ જોઈ આજ આવશે કાલ આવશે, ફોન આવશે, કોઈ ને કોઈ રીતે તો એ આવશે જ… પણ ના આવ્યો. એના પછી જો કોઈએ મને જીવતા શીખવ્યું હોય તો એ અનિમેષ હતો, ને મારા પપ્પા હતા. હું જીવતા શીખી છું, પ્રેમનો મતલબ પણ શીખી છું અને એ બધું શીખવવા વાળો મને પ્રણય નહિ અનિમેષ છે. આ મારો આખરી નિર્ણય છે, પપ્પા આજ સુધી તમે મને ક્યારેય ના નથી પાડી આ તો મારી જિંદગીનો સવાલ છે ને તમે મને ના નહીંજ કહો મને વિશ્વાસ છે.” આભા બોલી. “અંકલ આન્ટી જો તમને હર્ટ થયું હોય તો મને માફ કરજો, પણ આ જ સત્ય છે.”

પ્રીતમરાય પાસે કંઈ બોલવા જેવું હતું નહીં. એ જાણતા હતા એમની દીકરીને, એ કોઈ ખોટો નિર્ણય કરે નહિ, અને કદાચ ખોટો નિર્ણય હોય તો પણ આભાના નિર્ણયો આભાએ જાતે જ લેવા એવું એ માનતા હતા, જિંદગી જીવવાના પાઠ તમે ત્યારે જ શીખો જ્યારે તમે જિંદગીને સમજવા તમારા નિર્ણયો જાતે લેવા માંડો. બસ આ જ એક ફિલોસોફીને પ્રીતમરાય અનુસરતા હતા.

“મુકુલભાઈ-કિરણબેન માફ કરજો પણ હવે આ સગાઈ નહિ થાય.મારી આભાની ખુશી એ જ મારી ખુશી.” પ્રીતમરાય વિનમ્રતાથી બોલ્યા.

અનિમેષ ખુબજ ગર્વથી આભા સામે જોઈ રહ્યો.

મનન ખુશ થયો કે ચાલો એટલિસ્ટ આભાએ સ્ટેપતો લીધું બાકી અનિમેષ પ્રીતમઅંકલને કશું કહી શકવાનો નહોતો.

પ્રણય શુ બોલવું શુ નહિ એની અવઢવમાં સાવ મૂંગોમંતર થઈને આભાને જોઈ રહ્યો. એનું મન હવે વધુ દોડતું થઈ ગયું. કેમેય કરીને હવે આ કેસમાંથી છટકવું પડશે, જો અત્યારે કઈ બોલશે તો એ જ ભરાઈ જશે એટલે ડાહ્યો થઈને બોલ્યો,

“અરે વાહ, તે કહ્યું નહિ મને?” અનિમેષ પાસે જઈને ધબ્બો મારતા બોલ્યો. અને ફિલ્મી ઢબે “દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા…” ગાવા લાગ્યો ને હસ્યો.

“શુ યાર તમારા લગ્નની જવાબદારી મારી, તમે ખુશ રહો, આભા હું તને ખુશ જોવા માંગુ છું ભલેને પછી તું મારી સાથે હોય કે અનિમેષ સાથે એનાથી કોઈ ફરક નથી પડતો. congratulations bro..” રડવાનું નાટક કરીને આંખમાં આવેલા જુઠ્ઠા આંસુને લુછીને બહાર નીકળી ગયો.

મુકુલભાઈ કંઈજ સમજી ના શક્યા. બસ આભા માથે હાથ મૂકી આશીર્વાદ આપી એ પણ બહાર નીકળી ગયા. કિરણબેનને લાગ્યું કે પ્રણય આભાને સાચે પ્રેમ કરવા લાગ્યો છે કે આ પણ એક નાટક હતું? પ્રીતમરાય આભા અને અનિમેષ સામે વારાફરતી જોઈ રહ્યા. આભાની પસંદ ખોટી તો નથી જ એમ વિચારી થોડા હરખાઈ પણ ગયા. મનન આભાને થમ્બ-અપ નો ઈશારો કરી અનિમેષને પેટમાં મુક્કો મારી “કાગડો દહીંથરુ લઈ ગયો” એવી કાનમાં મજાક કરી ચિડવવા લાગ્યો.

અનિમેષ મૂંઝવણમાં હતો કે હવે પ્રણય શુ કરશે?

પ્રણય ને સમજી શકવું અશક્ય હતું.

મનન પ્રણયની પાછળ બહાર નીકળ્યો.

“પ્રણય એક મિનિટ થોડુંક કામ છે..”

“હા બોલ મનન, સોરી ઇન્સ્પેક્ટર સાહેબ.”

“એટલું જ કહેવું હતું કે તારા પર અમારી નજર છે, ધ્યાન રાખજે..”

“એટલે તું શું કહેવા માંગે છે?”

“એટલે એમકે તે આભા અને અનિમેષ ના લગ્નની જવાબદારી લીધી છે તો હવે એ પર પાડજે, લગ્નમાં કોઈ કચાશ ના રહેવી જોઈએ..”

“હા હા, તું ચિંતા ના કર એવી તૈયારીઓ કરીશ કે બધા યાદ રાખશે વર્ષો સુધી કોઈ ભૂલી નહિ શકે, ટોક ઓફ ધી ટાઉન હશે.”

“ઓલ ધી બેસ્ટ.” અને આંખ મિચકારી મનન અંદર ગયો.

અનિમેષ એ મનન સામે ટ્રાન્સમીટર બતાવી ઈશારો કર્યો, કે હવે આનું શુ કરવાનું?!

પ્રીતમરાય આભાની બાજુમાં બેઠા હતા. એને આજ રજા મળવાની હતી ને પ્રીતમરાય આભાને લઈને અમદાવાદ જવાની તૈયારી કરી ચુક્યા હતા.

“મારે અમદાવાદ નથી આવવું, અહીં રહીને અનિમેષ ની મદદ કરવી છે પ્લીઝ પા..”

“ના, આટલું થયું એ ઓછું છે? કોઈનું માનવું જ નથી, જીદ ના કર. મનન છે અહીં, ફોડી લઈશું અમે..” અનિમેષ વચ્ચે કુદી પડ્યો.

પ્રીતમરાય એ હાકારો આપતા કહ્યું”અનિમેષ બરાબર કે છે આભા, તું ચાલ મારી જોડે અનિમેષ આવે ત્યાં સુધીમાં આપડે સગાઈની તૈયારીઓ કરી રાખીશું. અનિમેષ બને એમ જલ્દી આ બધું પતાવીને આવી જજે. તારા મમ્મી સાથે હું વાત કરી લઈશ.”

“ભલે અંકલ વાંધો નથી…” અનિમેષ બ્લશ કરતા બોલ્યો.

આભા એ મનનને ઈશારો કરી અનિમેષ સામે જોવાનું કહ્યું.

“કોઈ બ્લશ કર રહા હે દેખો..” મનને ચિડવ્યો.

પ્રીતમરાય મલકાતાં જુવાનિયાઓને અંદર મૂકી બહાર નીકળ્યા.

મનન પણ પાછળ પાછળ બહાર નીકળી ગયો.

અનિમેષનું દિલ ક્યારનું ઠેકડા મારતું હતું આભાને હગ કરવા માટે, જેવા એકલા પડ્યા એ ઉછળીને આભા પાસે પહોંચી ગયો ને આભાને બાથમાં લઈ લીધી.

“I love u so so so much and proud of you, જે મારાથી નતું થાય એમ એ તે એક જાટકે કરી નાખ્યું. હવે આપડને એક થતા કોઈ નહિ રોકી શકે ખુદ પ્રણય પણ નહીં. આભા તું મારી છે ફક્ત મારી. I love u like crazy.”

એટલું કહી અનિમેષે આભાના માથા પર કિસ કરી.

પ્રણય નું મગજ બીજી નવી સાઝિશ કરવામાં બીઝી થઈ ગયું.

જીવે છે કોઈ…

કહે છે કોઈ, કરે છે કોઈ

મરતા મરતા અહીં જીવે છે કોઈ…

અસ્ત થતા સૂર્યની સાથે સાથે,

ઉગતા ચંદ્રને નમન કરે છે કોઈ…

જીતે છે કોઈ, હારે છે કોઈ,

પણ જાનની બાજી લગાવી મેળવે છે કોઈ…

અનુકૂળ પરિસ્થિતિમાં પણ ફરિયાદ કરે છે કોઈ,

કપરા સંજોગોની સામે બાથ ભીડી લડે છે કોઈ…

સુખ દુઃખને સરખા માની ચાલે છે કોઈ,

“આ પણ ચાલ્યું જશે” એવું માની

પળેપળ માણે છે કોઈ…

BY:- PRIYANKA PATEL

ભગવાનનો માણસને સાથ…

આવ પાસે તારા પ્રશ્નોના જવાબ શોધી આપું,

બેસ બાજુમાં તારી જાત સાથે તારી ઓળખાણ કરાવું…

ભાગતો ફરે છે તું તારા અંતઃકરણથી,

બની નિશાની તને રસ્તે ચાલતા શીખવાડું…

તું માને છે કે બધા દુઃખ તનેજ કેમ આપ્યા?

તો આજ દુઃખમાં હિંમત રાખી તને હસતા શીખવાડું…

યાદ રાખજે તારી હેસિયત બહાર તારે સહન કરવાનું નથી,

આત્મવિશ્વાસ બની તારો, થોડું તને ભૂલતાં શીખવાડું…

તારી બાજુમાંથી ઘણીવાર તને સાથ આપ્યો,

મારી પ્રાર્થનામાં તાકાત આપી “હે! માનવ”,

ચાલ આજ તને થોડું તને જીવતા શીખવાડું…

નાનકડો મંત્ર આપી તને સાંત્વના આપું,

“તારો જવાબ તું જ છે” એ વિશ્વાસ આપી

ચાલ તને રોજ રોજ જિંદગી માણતા શીખવાડું…

BY:- PRIYANKA PATEL

વિદાય કે સ્વાગત?

એ દિવસે બે વ્યક્તિ આખા ઘરમાં એવી હતી જેને સૌથી વધુ ટેન્શન હતું. હા, ટેન્શન જ કહેવાય ને! લગ્ન પ્રસંગ ઉકેલવો આસન થોડી હતો. કુટુંબના મોભી ને પાછું સમાજમાં નામ હોય એટલે સ્વાભાવિક જ અપેક્ષાઓનો ભાર હોય માથા પર, સહુ સ્નેહીજનોની સરભરા થી લઈને કોઈ પણ સગાંને ક્યાંય ઓછું ના આવે એની તકેદારી રાખવામાં અને પ્રસંગ પત્યા પછી એની વાહ થવી જોઈએ એની આશ માં કોઈજ કચાશ નહોતી. આખો પરિવાર ખડેપગે હાજર હતો. છેલ્લા એક મહિનાથી તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. તો ટેન્શન શેનું હતું?!

Continue reading

આભા પ્રકરણ-21

પ્રીતમરાય હોસ્પિટલ પહોંચ્યા અને બહાર જ રહીને આભા બોલતી હતી એ સાંભળતા હતા. પણ એ જે બોલતી હતી એ પ્રણય શબ્દશઃ એની નોંધ લેતો હતો. અને એની જાણ ત્યાં હાજર રહેલાં લોકોમાંથી કોઈને નહોતી. જાણ થાય તો પણ કેવી રીતે પ્રણય ત્યાં પત્યક્ષ હાજર નહોતો. આભા ને કિડનેપ કરી ને જ્યારે એને છોડી દેવામાં આવી ત્યારે એને પહેરેલી ઈયરરિંગ માં એક માઈક્રોચીપ ફિટ કરી હતી કોઈને સ્વપ્નેય ખ્યાલ ના આવે કે આવું પણ થઈ શકે તો એ તપાસ કરવાનો વિચાર જ આવવો અશક્ય હતો.

Continue reading

સાચું કોણ?

આજે મારા પપ્પા જોડે મારે ઝગડો થયો ઝગડા નું કારણ હું નથી કેહવા નો પણ એટલું કહીશ કે ઝગડા નું કારણ બહુ મોટું નહોતું, પપ્પા જોડે થયેલા એ ઝગડા માં પપ્પા એ કંઈક એવા અપશબ્દો નો ઉચ્ચાર કર્યો જે આપણે કલ્પના પણ ના કરી શકીએ.

Continue reading

અપેક્ષા

દિલમાં હોય એ બધું હોઠ પર આવવું અશક્ય છે,

હું પેહલા મને સમજુ તો’ય ઘણું છે,

સુખ-દુઃખ, દર્દ-દવા,હાસ્ય-રુદન જીવનના તાણાવાણા છે,

એને ગુંથી જિંદગી મઢાવી શકું તો’ય ઘણું છે,

અપેક્ષા નથી એવું માનવું અઘરું છે,

પણ આક્ષેપોના કરું તો’ય ઘણું છે,

કોઈની સામે આંગળી ચીંધતા પેહલા ત્રણ મારી સામે છે,

એ હકીકતને નકારું નહિ તો’ય ઘણું છે,

જાતને આજ પેહલા નક્કી કરું એવો નિર્ણય લેવાની જરૂરીયાત છે,

બીજાને હું દોષ ના આપું તો’ય ઘણું છે….

— priyanka